અરવલ્લીના મેઘરજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જીતપુર, રેલ્લાવાડ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદથી ખેતીના પાકને જીવનદાન મળ્યું છે. સાથે જ ખેડૂતોમાં ખુશી જોવી મળી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં બીજા દિવસે વરસાદ પડ્યો છે. પ્રાંતિજ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. પોગલું, પીલુદ્રા, બાકાલપુર, જેશીંગપુરામાં વરસાદ પડતા મગફળી અને ડાંગરના પાકને ફાયદો થયો છે.
મેઘરજમાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદની જોર વધી રહ્યું
લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય રહેતા રાજ્યમાં વરસાદની જોર વધી રહ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને બોટાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.