સાબરકાંઠાના પ્રાંતિજમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અરજીની તપાસમાં ગયેલા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. મોયદ રૂપાજી ગામમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. આ સાથે જ પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે 2 મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાય છે.
પ્રાંતિજમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો













