આજે ફરી ધરોઈ ડેમના બે ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ રહેતા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં 13714 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે 13714 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમની કૂલ સપાટી 622 ફૂટે પહોંચવાની તૈયારીમાં છે. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 91.34 ટકા થયો છે. સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.
ડેમમાં પાણીની આવક 13714 ક્યુસેક નોંધાઈ
ધરોઈ ડેમમા ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 13714 ક્યુસેક નોંધાઈ છે. જ્યારે 13714 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ડેમના 2 ગેટ 5 ફુટ ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમની કુલ સપાટી 622 ફુટ છે હાલમાં પાણીની સપાટી છેક સુધી પહોંચી ગઈ છે. નદીમાં પાણી છોડવામાં આવતા સાબરમતી નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. લોકોને નદીની આસપાસ નહીં ફરવા માટે સૂચના આપવામાં આવી છે.













