મહેસાણા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ખેરાલુમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ખેરાલુમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. મહેસાણા તથા આસપાસના વિસ્તારોમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ખેરાલુમાં બે દિવસમાં 3 ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.


મહેસાણા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ 

ખોખરવાડા સંઘ, તાલુકા સેવા સદન કચેરી રોડ, ખાડીયા વિસ્તાર સહિતના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. મહેસાણાના કડીમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. જકાતનાકા, કરણનગર, કડીમાં મુખ્ય બજારના રસ્તાઓમાં પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી છે.

કડીમાં 97 મીમી વરસાદ નોંધાયો

સમગ્ર મહેસાણા જિલ્લામાં વરસાદ ચોવીસ કલાકમાં સૌથી વધુ કડીમાં 97 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વિજાપુરમાં 33 મીમી વરસાદ નોંધાયો છે. મહેસાણના વિજાપુરમાં હિરપુરા ચેકડેમ ઓવરફ્લો થયો છે. ધરોઇ ડેમનુ પાણી છોડાતા ચેક ડેમમાં પાણીની આવક થઈ છે. ત્રિપુરા ચેકડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યુ છે. સાબરમતી નદીમાં પાણી છોડાતા જળાશયો છલકાયા છે.


  • Follow us on: