ગુજરાત વાસીઓ માટે સારાં સમાચાર સામે આવ્યા છે. નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં પાણીની આવક વધતાં ડેમની સપાટીમાં છેલ્લાં 24 કલાકમાં 70 સેમીનો વધારો નોંધાવા પામ્યો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 121.40 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 55 ટકા જેટલો ભરાયો છે.


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો

છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદે વિરામ લીધો છે. જેને કારણે ગરમીના તાપમાનમાં પણ મહંદ અંશે વધારો નોંધાવા પામ્યો છે. પરંતુ આ પહેલાં વરસાદે અનેક જિલ્લાઓને ઘમરોળ્યા હતા. નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. ઉપરવાસમાં 68,786 ક્યુસેક પાણીની આવક થઇ છે. પાણીની આવક વધતાં ડેમના દરવાજા ખોલવામા આવ્યા હતા. હાલ નર્મદા ડેમની જળ સપાટી 121.40 મીટરે પહોંચી છે. ડેમની સપાટી વધતા આકાશી નજારો સામે આવ્યો છે.

રાજ્યના 26 ડેમો 100 ટકા ભરાયા

મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં રાજ્યના 26 ડેમો 100 ટકા ભરાઇ ચૂક્યા છે. નર્મદા સરદાર સરોવર ડેમ અત્યાર સુધીમાં 55 ટકા ભરાવા પામ્યો છે.પાણીની વધુ આવકને કારણે અનેક ડેમો છલાકાયા છે. નર્મદા ડેમ આખા રાજ્યને પીવાનું પાણી પુરુ પાડે છે. ત્યારે આ વર્ષે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થતાં ગુજરાત વાસીઓમાં ખુશી જોવા મળી છે. હજુ તો શ્રાવણ અને ભાદરવો એમ બે મહિના બાકી છે. એવું કહેવાય છે. શ્રાવણીઓ સરવર અને ભાદરવો ભરપૂર. એટલેકે ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધશે. 

  • Follow us on: