બનાસકાંઠાના પાલનપુરમાં 7 ઇંચ વરસાદના કારણે સ્થાનિકોને અને વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. પાલનપુર તાલુકાનો વેડંચા ભાવીસણા કોઝવે તૂટ્યો છે. ભારે વરસાદથી લડબી નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વેડંચાનો કોઝવે 12 મહિનામાં ત્રીજી વાર તૂટ્યો છે. વેડંચા અને ભાવિશણા વચ્ચેનો માર્ગ બંધ થયો છે.


બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ

વહેલી સવારથી જ ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે, ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.

બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર દેખાઈ

પાલનપુરની બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઇ છે, જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થયો બંધ. ઢીંચણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે. પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે, ગઠામણ પાટીયા વિસ્તાર બેટમાં ફેરવાયો છે, અને હાઇવે પર પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. રાજસ્થાનથી અમદાવાદ અને અમદાવાદથી રાજસ્થાન તરફ જતા વાહનો ટ્રાફિકમાં ફસાયા છે.


  • Follow us on: