રાજકોટમાં આજીડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટ બાકી છે. આજીડેમની હાલની સપાટી 28.60 ફૂટ છે. આજી ડેમ 28.90 ફૂટની સપાટીએ ઓવરફ્લો થશે. તંત્ર દ્વારા ડેમની આસપાસ જવા પર પ્રતિબંધ મુકાયો છે. સેલ્ફી અને વીડિયો ઉતારવા પર પ્રતિબંધ મુકાયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.


આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટની સપાટી બાકી રહ્યો છે. આજ સાંજ સુધી વરસાદ આવશે તો આજીડેમ ઓવરફ્લો થશે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના પગલે આજીડેમમાં પાણીની આવક થઈ છે.

રાજ્યમાં 134 તાલુકાઓમાં વરસાદ

રાજ્યમાં 2 વાગ્યા સુધી 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 6.18 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના પડધરીમાં 3.15 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામકંડોરણામાં 2.83 ઈંચ, પોશીનામાં 2.72 ઈંચ, તલોદમાં 2.52 ઈંચ, પ્રાંતિજમાં 2.52 ઈંચ, બોટાદમાં 2.4 ઈંચ, ઉમરગામમાં 2.28 ઈંચ, ભિલોડામાં 1.73 ઈંચ, કડીમાં 1.69 ઈંચ વરસાદ નોંધાયો છે.


  • Follow us on: