આજે રાજ્યમાં 207 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં રાજકોટના ઉપલેટાના જામ ટીંબડીમાં 24 કલાકમાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ઉપલેટામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે. ડેમમાં પાણીની આવક વધતાં ઓવરફ્લો જેવી સ્થિતિ સર્જાઈ છે.
પાક નિષ્ફળ જતાં ખેડૂતોએ સરકાર પાસે મદદની માગ કરી













