રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિક્રમ ચોકથી ગાધા રોડ સુધી નગરપાલિકાના ગંદા પાણી અને વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભની ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલુ હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી કોઈ કારણોસર આ કામગીરી અધૂરી મૂકીને બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગંભીર અકસ્માત સર્જાશે તો કોણ જવાબદારી લેશે?
ચોમાસાની ઋતુ હાલમાં ચાલુ છે, ત્યારે ભૂગર્ભની કામગીરી બંધ થતા ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે છેલ્લા એક મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. વિક્રમ ચોકમાં જ સ્કૂલ આવેલી હોવાના કારણે વિદ્યાર્થીઓએ રોડ ઉપર પડેલા ખાડાઓ અને ખિલાસરીમાંથી પસાર થાય છે. ત્યારે કોઈ ગંભીર અકસ્માત સર્જાશે તો કોણ જવાબદારી લેશે. તે એક મોટો સવાલ છે. ચોમાસામાં વિક્રમ ચોકથી ગાધા રોડ ઉપર જે રીતે ભૂગર્ભની ડ્રેનેજ કામગીરી બંધ છે, ત્યારે ચોમાસામાં અહીં પાણી ભરાતા ખાડાઓ સમતલ પાણી થઈ જાય છે અને ખિલાસરી માત્ર પાણીમાં દેખાય છે, ત્યારે જો કોઈ વાહન ચાલક રોડ ઉપરથી પસાર થાય ત્યારે મોટો અકસ્માતનો ભય રહે છે.
તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માગ
ત્યારે અહીં પ્રાથમિક સ્કૂલ આવેલી હોઈ બાળકોને આ ખાડાઓમાંથી પસાર થવું પડે છે અને બાળકો સાયકલ લઈ આવતા હોય તો આ ખાડામાં પડે તો ખિલાસરી હોય તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકો અને કોંગ્રેસ આગેવાનોએ અનેકવાર લેખિત અને મૌખિક રજુઆત કરેલી છે કે કામગીરી તાત્કાલિક પૂર્ણ કરો, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ના થતા સ્થાનિકોની માગ છે કે રસ્તા ઉપર દેખાતી મસમોટી ખિલાસરી છે તે કાપી દૂર કરાય, જેથી કોઈ દુર્ઘટનાના સર્જાય. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દ્વારા ચોમાસાને કારણે હાલ કામગીરી બંધ છે અને RCCના રોડ ઉપર ખોદકામ થયેલું છે, ત્યારે માટી ખસી જવાને કારણે ખિલાસરી દેખાતી હોઈ એન્જીનિયરને કહી દીધું છે જ્યાં ખિલાસરી દેખાતી હોઈ તે સ્થળ ઉપર તપાસ કરી દૂર કરવામાં આવશે.