રાજકોટ રતનપર ગામના લોકોએ મારવાડી યુનિવર્સિટીના છાત્રોને લઈને વિરોધ મામલે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમો એ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે. રતનપર ગામના લોકો અને સરપંચ અમને મળ્યા છે. અમને તેઓએ સમગ્ર વિવાદને લઈને વાત કરી છે, અમારા છાત્રો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી. જે વાત નશા અને અનૈતિક પ્રવૃતિને લઈને છે તો અમે પોલીસ ફરિયાદ માટે પણ તૈયાર છીએ અમને આશા છે કે અમારા છાત્રો આ પ્રવૃત્તિ સાથે નહીં જોડાઈ શકે. જોકે ગેરકાયદે કામ સાથે જોડાયેલા હોઈ તો પોલીસ કાર્યવાહી સ્વીકાર્ય છે.
મારવાડી યુનિવર્સિટીના છાત્રોને લઈને વિરોધ













