દેશમાં ચોમાસુ જામ્યું છે અને ઉત્તર ભારત તથા પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તથા નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે અને પાણી છોડવામાં આવતા નદી કાંઠાના 27થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા ડેમના 15 ગેટ 2.4 મીટર ખોલાયા
નર્મદા ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઇ છે જેના કારણે ડેમની સપાટી 135.47 મીટરે પહોંચી છે. વીતેલા 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે અને હજું પણ સપાટી સતત વધી રહી છે. પરિણામે નર્મદા ડેમના 15 ગેટ 2.4 મીટર ખોલાયા છે













