નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક જોવ મળી રહી છે. ડેમની સપાટી 136.47 મીટરે પહોંચી છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 15 ગેટ 2.4 મીટર ખોલાયા છે. ડેમના 15 ગેટ ખોલી 3 લાખથી વધુ ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા નદી બે કાંઠે વહેતા 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.


નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 4,10,483 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.47 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં 24 કલાક માં 10 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 15 ગેટ 2.4 મીટર ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 15 ગેટમાંથી નર્મદા નદીમાં 3,18,797 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે.

નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર દ્વારા એલર્ટ 

નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ આ સીઝનમાં 90 ટકા ભરાયો છે. નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી ડેમ 90 ટકા ભરાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમ 90 ટકા ભરાતા રૂલ લેવલ જાળવવા ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.


  • Follow us on: