ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધી શકે છે કારણ કે ઇન્દિરા સાગર ડેમમાંથી 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.


ઇન્દિરા સાગર ડેમમાંથી 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

ઇન્દિરા સાગર ડેમમાંથી 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે પાણી સરદાર સરોવર ડેમમાં પહોંચશે અને તેના કારણે ડેમની સપાટી વધી શકે છે. હાલ સરદાર સરોવર ડેમની સપાટી 135.38 મીટરે પહોંચી છે.

હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલાયા

ઉલ્લેખનિય છે કે સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ ડેમની સપાટી 135.38 મીટરે પહોંચી છે જેથી ઉપરવાસમાં કેટલું પાણી છોડાય છે તેના પર તંત્રની નજર રહી છે. હાલ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક 1.18 લાખ ક્યુસેક છે જ્યારે નર્મદા નદીમાં 95,111 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ

સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલાયા

 સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સે.મી ખુલ્લા છે.સરદાર સરોવરની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલની સપાટી -135.38 મીટર છે. ડેમનું ગ્રોસ સ્ટોરેજ 8428.80 MCM છે . ડેમમાં પાણીનો સંગ્રહ 89.10 % છે તથા હાલ પાણીની આવક -1,18,468.00 ક્યુસેક છે અને નદીમાં પાણીની જાવક 95,111 ક્યુસેક છે તો કેનાલમાં પાણીની જાવક - 23021.00 ક્યુસેક છે. હાલ સરદાર સરોવર ડેમના 10 દરવાજા 72 સે.મી ખુલ્લા છે. ઇન્દિરા સાગર ડેમમાંથી બપોરે 1.30 કલાકથી 12 ગેટ 1.5 મીટર ખોલીને 2,21,480 પાણી છોડવાની જાહેરાત કરાઇ છે જેથી આગામી 24 કલાકમાં સરદાર સરોવરમાં પાણીની સપાટીમાં વધારો નોંધાઈ શકે છે.


  • Follow us on: