સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ખાડીપુરના પાણીથી શહેરના રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે શહેરનાં વરસાદના કારણે રોડ અને રસ્તા તૂટી જવાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં 1956 સ્થળો પર રોડ તૂટી ગયાં છે અને ખાડા પડ્યાં છે.


સુરત શહેરમાં વરસાદને કારણે 1956 સ્થળો પર રોડ તૂટી ગયા

સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખાડા રાજ જોવા મળ્યું છે. શહેરના 1956 સ્થળો પર રોડ તૂટી ગયા છે અને ખાડા પડી જવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના મેયરની સૂચના બાદ પણ તૂટેલા રોડ રીપેર થયા નથી. અધિકારીઓ સત્તાધિશોનું સાંભળતા નહીં હોવાની સ્થિતિ જોવા મળી છે. શહેરમાં મુખ્ય રસ્તાઓ પર પડેલા ખાડાના રિપેરિંગ માટે પેવર બ્લોકનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું.

મેયરની સૂચના બાદ પણ તૂટેલા રોડ અને ખાડા રીપેર થયા નથી

સુરત શહેરમાં મેયરની સૂચના બાદ પણ તૂટેલા રોડ અને ખાડા રીપેર થયા નથી. અધિકારીઓ સત્તાધિશોની સૂચનાને અવગણતા હોવાની સ્થિતિ જોવા મળી છે. શહેરમાં 132 સ્પોટ પર ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે. સુરત શહેરમા પડેલા ખાડાની વાત કરીએ તો, સૌથી વધુ કતારગામમાં 497 ખાડા, સેન્ટ્રલ ઝોનમાં 423 અને સૌથી ઓછા લિંબાયતમાં માત્ર 65 સ્પોટ પર ખાડા પડ્યા હતા.પાલિકાના પ્રાથમિક સરવેમાં મુખ્ય રસ્તાઓ પર કુલ 1956 સ્થળો પર ખાડા પડી ગયા છે. શહેરના સાઉથ ઝોન-એમાં 126, ઈસ્ટ ઝોન-બીમાં 211, પશ્ચિમ ઝોનમાં 156, નોર્થ ઝોનમાં 497, સેન્ટ્રલ ઝોનમાં 423, સાઉથ-વેસ્ટ ઝોનમાં 151, સાઉથ-ઇસ્ટ ઝોનમાં 65, ઈસ્ટ ઝોન-એમાં 175 અને સાઉથ ઝોન-બીમાં 152 ખાડા નોંધાયા છે. 

  • Follow us on: