સુરતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. પાલનપોર કેનાલ નજીક રણછોડનગરમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ઘરમાં પુરાવા મજબૂર થયા હતા. રણછોડનગરમાં એક ઘરમાં 6 લોકો ફસાઈ જતાં તમામનું રેસક્યુ કરવામાં આવ્યું. ફાયરની ટીમે 6 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. શહેરમાં ગત સપ્તાહથી વરસાદનું જોર જોવા મળ્યું. ધોધમાર વરસાદે પગલે નદી નાળા છલકાયા છે. દરમિયાન છેલ્લા બે દિવસથી વરસાદનું જોર રહેતા અનેક વિસ્તારોમાં જળમગ્ન થયા છે. શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 


ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરી

વરસાદનું જોર રહેતા અનેક સ્થાનો પર પાણી ભરાઈ જતા લોકો ફસાયા છે. ગતરોજ લાલ દરવાજા પાસે સર્વોદય બેંકના 12 કર્મચારીઓ વરસાદી પાણીમાં ફસાતા તમામનું રેસ્કયુ કરાયું હતું. મહિધરપુરા પોલીસ સ્ટાફે ફાયર વિભાગ સાથે મળી ફસાયેલ કર્મચારીઓનું રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડ્યા. આ ઉપરાંત ભારે વરસાદથી સ્કૂલવાન પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવતા તંત્દર દોડતું થયું હતું. ફાયરની ટીમે 10 બાળકોનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યુ. ફાયર ટીમે બાળકોનું રેસ્ક્યુ કરી વાલીઓને સોંપ્યા.

મેઘરાજા મહેરબાન વિસ્તારો જળબંબાકાર

શહેરમાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણમાં મોડીરાતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મેઘરાજાએ સુરતની શિકલ બદલી નાખતા અનેક સ્થળો જળબંબાકાર થયા. શિનોર પંથકમાં મોડીરાતે પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે કામરેજમાં ભારે વરસાદથી ભરથાણાથી મોરથાણા જતો માર્ગ બંધ બંધ થતા એક ગામથી બીજે જવા 4 કિલોમીટરનો રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. જયારે ધોધમાર વરસાદને પગલે વીરા નદી બે કાંઠે થતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. વરેહ નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામા આવ્યો હતો. જોખમને લઈને આ માર્ગ પર વાહનચાલકોને અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી હતી.



  • Follow us on: