ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં બે કલાકમાં 51 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વ્યારા તાલુકામાં 1.9 ઈંચ વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 1.2, વાલોદમાં 1.2, ડોલવણ, સોનગઢ અને ઉત્તર ગુજરાતના દાંતામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી જ સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.


અડાજણ, જહાંગીરપુરા, રાંદેરમાં વરસાદ

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે સવારથી જ વરસાદ શરૂ થયો છે. શહેરમાં અડાજણ, જહાંગીરપુરા, રાંદેર, કતારગામ, ખટોદરા, પીપલોદ, વેસુ, અઠવાલાઇન્સ, અમરોલી, વરાછા કાપોદ્રા, ઉંધના અને ડિંડોલીમાં વરસાદ ખાબક્યો છે. સુરતમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 8 કલાકમાં 21 મી.મી વરસાદ નોંધાવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લાના પલસાણામાં 18 મી.મી વરસાદ નોંધાવામાં આવ્યો છે.મહુવા 14 મી.મી, કામરેજ 6 મી.મી, ઓલપાડ 5 મી.મી, બારડોલી 32 મી.મી, ચોર્યાસી 4 મી.મી, માંગરોળ 10 મી.મી, માંડવી 7 મી.મી અને ઉમરપાડામાં 2 મી.મી વરસાદ નોંધાયો છે.


  • Follow us on: