સુરતના માંગરોળમાં કીમ નદી બે કાંઠે વહેતી થઇ છે જેના કારણે નદીના પાણી નદી કિનારા અનેક વિસ્તારો અને ગામોમાં ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા નદી કાંઠે આવેલું કોસાડી ગામ બે ભાગમાં વહેંચાઇ ગયું છે અને લોકો ફસાઇ ગયા છે. જો કે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે તંત્ર હજી સુધી તેમની મદદમાં પહોંચ્યું નથી
તંત્રનો એક પણ જવાબદાર કર્મચારી અહી પહોંચ્યો નથી.
માંગરોળમાં કીમ નદી જળબંબાકાર બની છે અને નદીના પાણી ચારે તરફ ફરી વળ્યા છે જેથી કાંઠા વિસ્તારમાં આવેલા ગામો પણ જળબંબાકાર બન્યા છે. નદી કાંઠાનું કોસાડી ગામ પણ જળબંબાકાર બન્યું છે. કોસાડી ગામમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી પણ તંત્રનો એક પણ જવાબદાર કર્મચારી અહી પહોંચ્યો નથી.













