સુરત જિલ્લામાં મેઘમહેરથી ડેમ છલકાયા છે. ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી વધીને 339 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે. તાપી નદીમાં 1.58 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કોઝવેની સપાટી પણ 8.40 મીટર પર ચાલી રહી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે.


ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો 

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક થઈ છે. નદી કાંઠાના વિસ્તરમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા ચાલુ રહી શકે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીના પાણીમાં વધારો થયો છે. ડેમ છલકાતા આસપાસને લોકોને પીવાના પાણીની સમસ્યાનો હલ થયો છે. આ ડેમ તાપી જિલ્લા અને સુરત શહેર માટે જીવાદોરી સમાન છે.

તાપી નદીમાં પાણીની આવક થઈ

રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


  • Follow us on: