તાપી જિલ્લામાં વરસાદ પડતા નદીઓ,નાળાઓ અને ડેમોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 22479 ક્યુસેક નવા નીરની આવક થતા ઉકાઈ ડેમની જળ સપાટી બે ફૂટ વધી છે. હાલ ડેમની સપાટી 318.48 ફૂટે પહોંચી છે.
ઉકાઈ ડેમની સપાટીમાં વધારો













