રાજ્યમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ટૂંકા દિવસોના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ છે. ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ભારે વરસાદના પગલે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વરસાદને લઈ કયા જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
વરસાદને લઈ કયા જિલ્લામાં અપાયું યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી, દીવ, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.