વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ થયું છે. ધોધમાર ઔરંગા નદીમાં પાણીની સપાટી વધી છે. મધુબન ડેમની સપાટી 77.45 ફુટે પહોંચી છે. ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલાયા છે. મધુબન ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદીમાં પાણી છોડાતા નીચાણવાળા 13 ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લાના કુલ 209 રસ્તાઓ બંધ કરાયા છે. NDRFની 1 ટીમ વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
તંત્ર એલર્ટ
વલસાડ જિલ્લાનો ઉપરવાસ તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ થયું છે. અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઔરંગા નદીનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. મધુબન ડેમની સપાટી 77.45 પહોંચી છે. ડેમના 10 દરવાઝા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી તબક્કાવાર 1.30,000 ક્યુસેક પાણી દમનગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.












