દ.ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કેટલાક ભાગમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, પશ્ચિમ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.


18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી છે અને શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે, 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે અને 14 જાન્યુઆરી બાદ પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે, બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે અને ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમની વિક્ષેપના કારણે વરસાદની શક્યતા છે. જેમાં નવસારી સુરત ભરૂચ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની શક્યતા : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, વલસાડ નવસારી સુરત અને ભરૂચના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે જેમાં વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ગુજરાતમાં વાદછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતાં ઠંડી વધશે, રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે.

22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.


  • Follow us on: