હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે, તેમનું કહેવું છે કે, 1થી 3 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 6 થી10 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને 18 થી 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરાઈ છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે.


ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી, નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે ભૂક્કા કાઢી નાખતો વરસાદ પડી શકશે, 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં નવી વરસાદી સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

૧૮ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.

નર્મદા ડેમમાં નવા નીરની આવક થશે : અંબાલાલ પટેલ

તારીખ 31 જુલાઈ થી 2 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે, સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.


  • Follow us on: