ગુજરાતમાં આગામી 24 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારીમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદની સિસ્ટમ હાલ ફંટાઈ હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.


14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વલસાડ, દાદરાનગર હવેલી, અમદાવાદ, દમણમાં હળવા વરસાદની શક્યતા રહેલી છે, તો બીજી તરફ 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, 14 ઓગસ્ટ બાદ રાજયમાં ભારે વરસાદની શકયતા રહેલી છે, 14 ઓગસ્ટ બાદ વરસાદની એક નવી સિસ્ટમ ઉભી થઈ હોવાની વાત સામે આવી છે.

સિઝનનો કુલ 63.84 ટકા વરસાદ વરસ્યો

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કૂલ 63.84 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 67.73 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. આ ઉપરાંત કચ્છમાં 64.88, ઉત્તર ગુજરાતમાં 66.20, મધ્ય ગુજરાતમાં 66.23 અને સૌરાષ્ટ્રમાં 55.79 ટકા વરસાદ નોંધાયો છે. આ વખતે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો

ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે.જો ઉત્તર ગુજરાતના નાગરિકોની રજુઆત આવશે તો તેમને પણ પરિસ્થિત અને પાણીના જથ્થાને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ મારફતે પાણી આપવામાં આવશે.અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું હતું કે,આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ 11 જિલ્લામાં 10 કલાક કૃષિ વિષયક વીજ પુરવઠો આપવામાં આવશે.

  • Follow us on: