ભારતીય હવામાન વિભાગે દીવ અને ગીર સોમનાથ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક માટે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 મીમી સુધી વરસાદ થઈ શકે છે. 60 કિ.મી સુધી પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય રાજ્યના એક ડઝન જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભરૂચ, ભાવનગર, છોટા ઉદેપુર, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, જૂનાગઢ, નર્મદા, નવસારી, સૂરત, વાપી, વલસાડ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.  


ચોમાસાને લઈને પણ મહત્વની આગાહી

બીજી તરફ ચોમાસાને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે.આજે મોડી રાત્રે વરસાદના પ્રવેશની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે. જૂનના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસુ પહોંચશે. 

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર હળવો કે સામાન્ય વરસાદ થવાની ધારણા છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં પવનની દિશા બદલાશે. અંદાજે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, વરસાદી માહોલ વચ્ચે પણ કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી ઊંચો રહી શકે છે, જેથી અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ Gujarat Weather Update: આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? હવામાન વિભાગે આ જિલ્લા માટે આપ્યું ભારે વરસાદનું 'યલો એલર્ટ'



  • Follow us on: