મોરબી જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી પકડાયો છે. આરોપી સાગર ફુલતરીયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 1 ઓગસ્ટ સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી સાગર સાડા ચાર મહિનાથી ફરાર હતો. CID ક્રાઇમે અગાઉ 4 આરોપીની ધરપકડ કરી છે. સાગર ફુલતરીયા મોરબીના તરઘરી ગામનો સરપંચ છે.


મોરબી જમીન કૌભાંડમાં મુખ્ય આરોપી પકડાયો

મોરબીમાં ચકચારી સર્વે નં 602 જમીન કૌભાંડમાં મુખ્ય આરોપીની CID ક્રાઇમે ધરપકડ કરી છે. રબી કોર્ટમાં રજૂ કરાતાં 1 ઓગસ્ટ સુધી રીમાન્ડ મંજૂર કર્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા દિલ્હીથી મુખ્ય આરોપી સાગર ફુલતરીયાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી સાગર ફુલતરીયા મોરબીના તરઘરી ગામના સરપંચ છે. સાડા ચાર મહિનાથી કૌભાંડનો મુખ્ય આરોપી સાગર ફુલતરીયા ફરાર હતો.

મોરબીમાં ચકચારી સર્વે નં 602 જમીન કૌભાંડ

વજેપર સર્વે નંબર 602ની કરોડોની જમીન ખોટા દસ્તાવેજ કરી પચાવી પાડવાના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી છએ. સીઆઈડી ક્રાઇમ દ્વારા અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી. કરોડોની જમીન પચાવી પાડવાના ગુનામાં પકડાયેલ આરોપી સાગર ફુલતરીયાના રીમાન્ડ મંજૂર થયા છે. કરોડોની કિંમતની જમીન કૌભાંડમાં હજુ સરકારી બાબુઓ સુધી રેલો પહોચવાની શક્યતા છે.


  • Follow us on: