મોરબી મહાનગરપાલિકાના રખડતાં ઢોર પકડવાના દાવાઓ વચ્ચે આજેપણ શહેરનાં પંચાસર રોડ, શનાળા રોડ,કેનાલ રોડ,જેલ રોડ અને હાઈવે પર અડીંગો જમાવી બેસતાં રખડતાં ઢોર અકસ્માત સર્જે તેવી ભીતિ શહેરીજનો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. મનપા રખડતા પશુ કામગીરીમાં તેજી લાવે તેવી માંગ ઉઠી છે.


મોરબીમાં રખડતાં ઢોરનો અડીંગો 

મોરબી શહેરમાં વિવિધ જગ્યાએ રખડતાં ઢોર વાહનચાલકો અને રાહદારીઓને નુકસાન પહોંચાડે અથવા અકસ્માત સર્જે તેવી રીતે અડીંગો જમાવી દીધો છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા રખડતાં ઢોર કામગીરી ચાલી રહી હોવાનાં દાવાઓ કરી રહી છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે.

 1300થી વધુ ઢોર પકડી લીધા

જેમાં દરરોજના 30 થી 40 ઢોર અને સપ્તાહમાં 150થી વધુ અને અત્યાર સુધીમાં 1300થી વધુ ઢોર પકડી અને વિવિધ ગૌશાળા અને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા દાવાઓ કરવામાં આવ્યાં છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ લોકો રખડતાં ઢોરની સમસ્યાઓ યથાવત છે. રખડતાં ઢોર જીવલેણ સાબિત થાય તે પહેલાં જ પકડીને પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી લોકોને સુખાકારી સુવિધાઓ મહાનગરપાલિકા કરાવશે તે જોવાનું રહ્યું.


  • Follow us on: