મોરબી નજીક આવેલા પાનેલી ગામ પાસે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં પાણીના ખાડામાં ડૂબી જવાથી ત્રણ માસૂમ બાળકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ત્રણેય બાળકો પરપ્રાંતીય શ્રમિક પરિવારના હતા અને આસપાસની ખાણમાં મજૂરી કરતા શ્રમિકોના સંતાનો હતા.
પાણીના ખાડામાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત
બાળકો ખાડાની નજીક રમી રહ્યા હતા ત્યારે અકસ્માતે બે બાળકી અને એક બાળક ઊંડા પાણીના ખાડામાં પડી ગયા હતા. જે બાળકોના મોત થયા છે તેમાં પ્રતિકા (ઉંમર 5 વર્ષ), ખુશ્બુ (ઉંમર 4 વર્ષ) અને કુલદીપ (ઉંમર 6 વર્ષ)નો સમાવેશ થાય છે. બાળકો રમતાં રમતાં ડૂબી જતાં આસપાસના લોકોને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.













