કચ્છમાં આજે બે સ્થળે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ભચાઉમાં રોડ પર કન્ટેનર પલટી જવાની ઘટના અને મુન્દ્રામાં બેકાબુ ટ્રેક્ટરે રસ્તાની સાઈડમાં ઉભેલા લોકને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. ગાંધીધામ નેશનલ હાઈવે એક કન્ટેનર અચાનક પલટી જતા હાઈવે પર કલાકો સુધી ટ્રફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનર ચાલકને ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો.


મુન્દ્રામાં બેકાબુ ટ્રેક્ટરે 4 લોકોને ટક્કર મારી

કચ્છના મુન્દ્રામાં બેકાબુ ટ્રેક્ટરે 4 લોકોને ટક્કર મારી હતી. મુન્દ્રના કાંડગરા- સીરાચા વચ્ચે એકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબુ ટ્રેકટર સાઈડમાં ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ટ્રેક્ટર એક મહિલાના પગ પરથી ફરી વળ્યું હતું. મહિલાને બંને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. મુન્દ્રા પોલીસ મથકે ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

ભચાઉમાં રોડ પર કન્ટેનર પલટી જવાની ઘટના 

આ ઘટનામાં રસ્તાની સાઈડમાં શાકભાજી વેંચતા બહેન પર અચાનક ટ્રેકટર આવી ચઢ્યું હતું. જેમાં 4 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે એક મહિલાના બંને પગ ફ્રેક્ચર થયા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટના મામલે મુન્દ્રા પોલીસમાં મથકે ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.


  • Follow us on: