છેલ્લા 10 દિવસમાં જ કચ્છના ગોરાડુંગર ઉપર બે ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાંથી એકની તીવ્રતા ચારથી વધુ હતી. આજે 27 જુલાઈએ વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ બીજો ભૂકંપ પણ ત્રણથી વધુની તીવ્રતાનો નોંધાયો હતો.આ ભૂકંપો ચિંતાનો વિષય છે.શું ગોરાડુંગરમાં ભૂકંપિય એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે?
અગત્યની રીતે ચકાસણી કરવામાં આવે
જો આ વિસ્તારમાં ગોરા ડુંગર ફેલ્ટ ઉપર કોઈ મોટો ભૂકંપ આવે તો રણ પ્રદેશમાં પ્રવાસન તથા ખાવડાની આજુબાજુ પિૃમ વિસ્તારમાં, રિન્યુએબલ એનર્જી પાર્ક અને મીઠાના ખેતરો, સહીત આખા રણ વિસ્તારમાં ભારે નુકસાન થઈ શકે છે તેવું કચ્છ યુનિવર્સિટીનાં જિયો સાયન્સ વિભાગનાં પ્રોફેસર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું.તેમણે કચ્છમાં 2001ના ભૂકંપને 25 વર્ષ થવા આવ્યા છે.તે જોતાં નવા કન્સ્ટ્રક્શન અને વિકાસના કાર્યો ભૂકંપ પ્રૂફ્ હોવા જોઈએ જ. છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી બનેલા કન્સ્ટ્રક્શન, ડેમ, રોડ, પુલ, મકાનો, મંદિરો, સરકારી બાંધકામો, મોટા શોપિંગ કોમ્પલેક્સ અને ઇન્ડસ્ટ્રીઝની અગત્યની રીતે ચકાસણી કરવામાં આવે.
ભૂકંપ આવવાની સંભાવનાનો વિશદ અભ્યાસ કરવામાં આવશે
કચ્છમાં આવેલી મોટી ફેલ્ટ લાઈનો પર દેશ-વિદેશની અનેક શૈક્ષણિક અને સંસોધન સંસ્થાઓના જીયોલોજીસ્ટ કાર્યરત છે. જેમાં કચ્છ યુનિવર્સિટીનું પણ મહત્વનું યોગદાન છે.ગોરાડુંગર ફેલ્ટ જે છેલ્લા 200 વર્ષમાં થોડા સમયથી એક્ટિવ થયો છે તેમાં ભૂકંપો નોંધાયા છે. જે જીયોલોજી વિષય પર સંશોધન માંગે છે.આ સંશોધનમાં ગોરાડુંગર ફેલ્ટ ઉપર થતાં ભૂકંપો દ્વારા બનતા નિયોટેકટોનિક ફ્ચિર્સ અને રચનાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવશે. આ ફેલ્ટ પર જુના ભૂકંપો અને તેમના કારણે થયેલા ભૂગર્ભીય ફેરફરોનો પણ અભ્યાસ કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં ગોરાડુંગર ફેલ્ટ ઉપર ભૂકંપ આવવાની સંભાવનાનો વિશદ અભ્યાસ કરવામાં આવશે.
કચ્છ પ્રદેશનો જન્મ ફેલ્ટના કારણે થયો
કચ્છ પ્રદેશ, દુનિયાના ઇન્ટ્રાપ્લેટ વિસ્તારોમાં વધુમાં વધુ ભૂકંપોનો અનુભવ કરતો પ્રદેશ છે, જ્યાં અનેક વિનાશક ભૂકંપો નોંધાયા છે. કચ્છને ફેલ્ટ કંટ્રોલ બેસિન તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે આ વિસ્તારનો જન્મ ફેલ્ટના કારણે થયો છે. આ વિસ્તાર ફેલ્ટના કારણે જમીનની સપાટીમાં ફ્ેરફારના કારણે દરિયામાથી ઊંચે આવ્યો છે. કચ્છમાં ઘણા સક્રિય ફેલ્ટ્સ છે. તેમાંના કેટલાક મોટા અને મુખ્ય ફેલ્ટ્સમાં નગર પાર્કર ફેલ્ટ, અલ્લાહબંધ ફેલ્ટ, આઇસલેન્ડ બેલ્ટ ફેલ્ટ, ગોરાડુંગર ફેલ્ટ,કકિડિયા ફેલ્ટ, ગેડી ફેલ્ટ, બન્ની ફેલ્ટ, નોર્થ વાગડ ફેલ્ટ, સાઉથ વાગડ ફેલ્ટ, કચ્છ મેઇનલેન્ડ ફેલ્ટ, વિગોડી-ગુગ્રિયાના-ખીરસરા-નેત્રા ફેલ્ટ, નાઈરા રીવર ફેલ્ટ, કંટ્રોલ હિલ ફેલ્ટ, સાઉથ કંટ્રોલ હિલ ફેલ્ટ અને નોર્થ કાઠિયાવાડ ફેલ્ટનો સમાવેશ થાય છે.
1819માં આવેલા ભૂકંપે કચ્છના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડયું
વર્ષ 1819નાં વિનાશક અલ્લાહબંધ ભૂકંપ પછી આ વિસ્તારમાં સેંકડો નાના-મોટા ભૂકંપોનો અનુભવો થયો છે. 1819નાં ભૂકંપે કચ્છ અને પાકિસ્તાનના વિસ્તારોમાં ભારે નુકસાન કર્યું હતું અને આ ભૂકંપે કચ્છના અર્થતંત્રને પણ મોટું નુકસાન પહોંચાડયું હતું. 1819 પછી આ વિસ્તારમાં ચારથી વધુની તીવ્રતાનાં 60થી વધુ ભૂકંપ આવ્યા છે.વર્ષ 2020 પછી અમુક ભૂકંપો આૃર્યજનક રીતે નોંધાઈ રહ્યા છે. જેમાં કાકિડિયા-ગેડી ફેલ્ટ અને ગોરાડુંગર ફેલ્ટ ફેલ્ટનો સમાવેશ થાય છે.કચ્છના કોઈપણ વિસ્તારમાં ભૂકંપ આવવાથી આખા પ્રદેશને નુકસાન થાય છે. જે તે ફેલ્ટ પર અગાઉ ભૂકંપ આવી ચૂક્યા છે અને વારંવાર ભૂકંપો આવે છે. તો તે નવાઈની વાત નથી.













