નડિયાદ શહેરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે રાખડી અને પવિત્રા વેચીને ગુજરાન ચલાવતા ગરીબ શ્રમિકો પર નડિયાદ નગરપાલિકાના ફાયરકર્મીઓ દ્વારા દમન ગુજારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ચિંતા ફેલાવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે ફાયર બ્રિગેડની ખુલ્લી જીપમાં દબાણ હટાવવા માટે આવેલા ઓન-ડ્યુટી ફાયરકર્મીઓ હાથમાં ડંડા સહિતના હથિયારો સાથે દબાણ હટાવવા મુદ્દે આવીને ફેરિયાઓ પર તૂટી પડ્યા હતા.
ગરીબ શ્રમિકો અને ફાયરકર્મીઓ વચ્ચે મારામારીને કારણે ધમાચકડી મચી













