આવતીકાલે 17 સપ્ટેમ્બર 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. સમગ્ર દેશમાં તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બ્લડ ડોનેશન કેમ્પથી લઈને સ્વચ્છતા અભિયાન સુધીના આયોજનો કરવામાં આવ્યાં છે. તેમના જીવનમાં અનેક દેશોએ તેમને એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. આવો જાણીએ તેમને મળેલા ઈન્ટરનેશનલ એવોર્ડની વિગતવાર અહેવાલ.


અત્યાર સુધીમાં 27 દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા

વડાપ્રધાન મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 26 દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાનને ઈન્ટરનેશનલ એવોર્ડ મળવાની પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. તેમને જે 27 દેશો તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાંથી કુવૈત, ઇજિપ્ત, બહેરીન, માલદીવ, યુએઈ, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ રાષ્ટ્રોએ પણ તેમનું સન્માન કરી એવોર્ડ આપ્યાં છે.

વડાપ્રધાનને અત્યાર સુધી આટલા ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યા

2016માં સાઉદી અરેબિયાએ પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન, કિંગ અબ્દુલ અઝીઝ સાશથી સન્માનિત કર્યા હતા.

2016માં અફઘાનિસ્તાને પીએમ મોદીને સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર સન્માનથી સન્માનિત કર્યા.

2018માં પેલેસ્ટાઇનએ તેમને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન, ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ પેલેસ્ટાઇનથી સન્માનિત કર્યા.

2019માં યુએઈએ ઓર્ડર ઓફ ઝાયેદ એનાયત કર્યો.

2019માં પડોશી દેશ રશિયાએ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ એનાયત કર્યો.

2019માં માલદીવે પીએમ મોદીને ઓર્ડર ઓફ ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા.

2019માં બહેરીને પણ પીએમ મોદીને કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કર્યા.

2020થી 2025 સુધી આ સન્માનો મળ્યા

2020માં અમેરિકાએ પીએમ મોદીને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા.

2021માં ભૂટાને પીએમને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી સન્માનિત કર્યા.

2023માં પાપુઆ ન્યુ ગિનીએ પીએમ મોદીને અબકલ એવોર્ડ આપ્યો.

2023માં ફિજીએ પીએમ મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર આપ્યો.

2023માં પાપુઆ ન્યુ ગિનીએ પણ પીએમને ઓર્ડર ઓફ લોગોહુ આપ્યો. જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

2023માં ઇજિપ્તે ઓર્ડર ઓફ ધ નાઇલ આપ્યો.

2023માં ફ્રાન્સે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ સીઝન સન્માન આપ્યું.

2023માં ગ્રીસે તેમને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા.

2024માં ડોમિનિકા, નાઇજીરીયા, ગુયાના, બાર્બાડોસ અને કુવૈતે પીએમને સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા.


  • Follow us on: