છત્તીસગઢના CM વિષ્ણુદેવ સાયને સોશિયલ મીડિયા પર કેટલાક કિસ્સા શેર કર્યા છે. CMએ જણાવ્યુ કે PM મોદીએ 24 કલાકમાં એક રિક્શાવાળાની મદદ કરી અને 3 લાખ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયા સીધા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.


PMને યાદ હતો જન્મદિવસ

છત્તીસગઢના CM વિષ્ણુદેવ સાયે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી કહ્યુ કે જીવનમાં કેટલાક એવા પળ હોય છે જે આજીવન યાદ રહે છે, તેની ભવ્યતાના કારણે નહી પણ તેની પાછળ રહેલી ભાવના અને ઉચ્ચ વિચારને કારણે. મને પણ PM મોદી કેટલા મહાન છે તેનો એક અનુભવ થઇ ચુક્યો છે. PM મોદી છત્તીસગઢમાં એક હોસ્પિટલનું ઉદ્ધાટન કરવા આવ્યા હતા, જ્યારે મે તેમને ફૂલોનો બુકે આપ્યો તો તેમણે હસતા હસતા કહ્યુ કે જન્મદિવસ મુબારક

રિક્શાવાળાને કરી મદદ

 CM વિષ્ણુદેવ સાયે એક બીજો કિસ્સો યાદ કર્યો કે રાયગઢના એક રિક્શાવાળાને એમ્સમાં ભરતી કરવામાં આવ્યો હતો તાત્કાલીક સારવારની જરૂર હતી, મે PM મોદીને ફોન કરી વાત કરીતો તેમણે 3 લાખ રૂપિયા સીધા હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા જેથી તાત્કાલીક સારવાર કરાવી શકાય.

અવિસ્મરણીય યાદોમાં કેટલાક પલ બદલાય જાય

CM વિષ્ણુદેવ સાયે કહ્યુ કે PM મોદીનું દિલ જનતા માટે ધડકે છે, સંવેદનશીલતા અને દરેકને મદદ કરવાની તેમની ઇચ્છા શક્તિ ગજબની છે. જે સાધારણ પલને પણ અવિસ્મરણીય બનાવી દે છે. 

  • Follow us on: