નર્મદાને માતા તરીકે પૂજવામાં આવે છે. અને નદીમાં અનેક જળચર જીવો વસવાટ કરે છે. અને નદી અહીં માછીમારો માટે જીવાદોરી છે. ત્યારે નર્મદાની માછલીઓ પ્રદુષણનો શિકાર થતા તેને આરોગતા માનવી સહિત અન્ય જીવો માટે ઘાતક બને તેવી આશંકા છે.


માછલી પર પ્લાસ્ટિકના કણ જોવા મળ્યા

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ઝૂઓલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અહીંના પ્રોફેસરોના માર્ગદર્શન હેઠળ વિવિધ સંશોધન અભ્યાસક્રમના ભાગ હેઠળ કરતા હોય છે. ત્યારે તાજેતરમાં જ ઝૂઓલોજીના વિદ્યાર્થીઓએ પ્રોફેસર ધવલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ નર્મદા નદીની 200 જેટલી બોય અને લેવટા માછલીઓ પર સંશોધન કર્યું હતું. ફોરિયર ટ્રાન્સફોર્મ ઇન્ફ્રારેડ સ્પેક્ટરોસ્કોપીની મદદથી તેમના પેટનો સર્વે કરાતા તેમાંથી 82 ટકા માછલીઓમાં 2 mmથી નાના પ્લાસ્ટિકના કણ, દોરા જોવા મળ્યા.

મગરો પર આ સર્વે કરવામાં આવ્યો નથી

જે મુખ્યત્વે પેકેજીંગ, ચંપલ ,બાંધકામના ઉત્પાદન માટે વપરાતા પોલીમરના હોવાનું બહાર આવ્યું. ઉપરાંત માછીમારો દ્વારા ઉપયોગમાં લેવાતા ઝાળના ટુકડા અને અન્ય પ્લાસ્ટિક કણ મળી આવ્યા જે ખુબ હાનિકારક છે. પ્રોફેસર ધવલ ભટ્ટ નું કહેવું છે કે, નદીમાં વસતી માછલીઓ જ નહિ અનેક જળચર આ પ્રદુષણનો શિકાર છે. અગાઉ દરિયાના જળચર જીવોના સર્વેમાં પણ પ્લાસ્ટિક વેસ્ટ તેમના પેટમાંથી મળ્યો હતો. જોકે મગરો પર હજુ આ સર્વે થયો નથી.

માછલીના પેટના ભાગે સંશોધન થયું

પ્રોફેસર ધવલ ભટ્ટ નું માનવું છે કે, આ માછલીઓ માનવી ખાય તો લાંબાગાળે તેમના શરીર પર અસર થઇ શકે પરંતુ હાલ માછલીના પેટના ભાગે સંશોધન થયું છે. જયારે માનવી તેના મસલ્સને આરોગે છે ત્યારે વધુ સંશોધન બાદ જ માનવી પર કેટલા અંશે અસર થાય તે ખબર પડે.

 

  • Follow us on: