જાસૂસી આ શબ્દ સાંભળતા જ કોઈના પર નજર રાખવી, કોઈનો પીછો કરવો, તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવી વગેરે જેવી વાતો યાદ આવતી હશે. પરંતુ આ જાસૂસી કરાવનાર વ્યક્તિ પોતાના જ ખાસ લોકો હોય છે. જેમ કે, નવરાત્રિ દરમિયાન માતા પિતા પોતાના બાળકોની અને કપલ પોતાના પાર્ટનરની જાસૂસી કરાવે છે અને માત્ર અમદાવાદમાં અંદાજીત 400 જેટલા જાસૂસો નવરાત્રિમાં જાસૂસી કરશે અને આ વાત અમે નથી કહી રહ્યા, જાસૂસો પાસે આવા કામ પણ આવ્યા છે.
માતા પિતા બાળકો પર નજર રાખવા જાસૂસોની મદદ લઈ રહ્યા છે
નવરાત્રિની રાતો દરમિયાન સગીરો, યુવાન બાળકો અને બાળકીઓ પોતાના મિત્રો સાથે ગરબા રમવા માટે બહાર જતા હોય છે અને તે સમયે તેમના માતા પિતા તેમની સાથે નથી રહી શકતા અને તેનો જ લાભ બાળકો ન ઉઠાવે તે માટે હવે માતા પિતા બાળકો પર નજર રાખવા જાસૂસોની મદદ લઈ રહ્યા છે. બાળકો કોઈ ખોટા રવાડે કે પછી નશાનું સેવન નથી કરતા તથા બાળકો જે મિત્રો સાથે જઈ રહ્યા છે. તે મિત્રો તેમનો ગેરલાભ ન ઉઠાવે તે માટે માતા પિતા જાસૂસો દ્વારા તેમના પર નજર રાખતા હોય છે.













