રાજકોટમાં ત્રીજા નોરતે ક્ષત્રિય સમાજની બહેનો માટે ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાચીન ગરબીનું મહત્વ સમજાવવા ઉપરાંત શૌર્ય અને શક્તિનું પ્રદર્શન તલવાર રાસમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત એક હાથે બુલેટ અને જીપ ચલાવી હતી તો બીજા હાથે તલવાર ફેરવી શોર્ય રાસની રમઝટ બોલાવી હતી..


રણજીત વિલાસ પેલેસમાં શૌર્ય રાસની રમઝટ

રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય સમાજની બહેનો માટે નવરાત્રી દરમિયાન ખાસ રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં પાંચ વર્ષની દીકરીથી લઈ 55 વર્ષ સુધીના બહેનો ગજબનો તલવાર રાસ તો રમે છે પણ બુલેટ અને જીપ એક હાથે ચલાવે છે જ્યારે બીજા હાથે તલવાર ફેરવીને ગજબના સ્ટંટ કરતા હોય છે ત્યાં બેઠેલા લોકો આ શૌર્યનો કમાલ જોઈને ચોકી ઊઠે છે...

તલવાર રાસ સાથે ગજબના સ્ટંટ

ક્ષત્રિય સમાજની બહેનોએ સંદેશ ન્યુઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે અમારું ભગિની ફાઉન્ડેશન છે જ્યાં બહેનોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનીંગ આપવામાં આવે છે ઉપરાંતમાં તલવાર રાસ અને સાથે સાથે બાઈક અને કારમાં સ્ટંટ કરતી વખતે કઈ રીતે તલવાર રમો તેની અગાઉથી જ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે ક્ષત્રિયોએ દેશ અને દુનિયા માટે કેટલું બલિદાન આપ્યું છે તેની ઝલક આ રાસમાં બતાવવામાં આવે છે. રણજીત વિલાસ પેલેસ ખાતે છેલ્લા 18 વર્ષથી આ ખાસ પ્રકારના રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં 150 જેટલા બહેનો તલવાર રાસમાં ભાગ લે છે.

પ્રાચીન સંસ્કૃતિની દેખાઈ ઝલક

અત્યારના સમયમાં યુવાધન અર્વાચીન દાંડિયા તરફ વળ્યું છે ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના પૂજા કરવામાં આવતી હોય છે અને પ્રાચીન ગરબીનું મહત્વ ઘટે નહીં તે માટે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસ અને થાળી રાસ સહિતના અલગ અલગ રાસ રમવામાં આવે છે જેથી આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે..

  • Follow us on: