અમદાવાદમાં GMDC ખાતે ભવ્ય 'વાયબ્રન્ટ નવરાત્રી'નું આયોજન કરવામાં આવ્યું. GMDC ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ખેલૈયાઓને મન મૂકી ગરબે ઝૂમી શકે માટે GMDC ગ્રાઉન્ડ ખાતે વોટરપૃફ ડોમ લગાવવાની શરૂઆત થઈ છે. આ ઉપરાંત બ્લોગ્સ, હોડીગ્સ લગાવવા સહિતની અન્ય તૈયરીઓ પણ હાથ ધરાઈ છે. ખેલૈયાઓને પાસની ઝંઝટમાંથી મુક્તિ અને મન ભરી રમી શકે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. GMDC ગ્રાઉન્ડ ખાતે હેરિટેજ થીમ પર વાયબ્રન્ટ નવરાત્રી 2025ની ઉજવણી કરવામાં આવશે.
GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ વોટરપ્રૂફ ડોમ
યુવાનોનો મનપસંદ નવરાત્રિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. શહેરમાં સોસાયટીઓ અને પાર્ટી પ્લોટમાં નવરાત્રિને લઈને ખાસ આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે ફક્ત ગુજરાત જ નહીં ભારતમાં અનેક સ્થાનો પર હજુ વરસાદી વાતાવરણ છે. રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા આગામી સમયમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આવી વરસાદી સ્થિતિમાં આસો મહિનામાં આવતો નવરાત્રિ તહેવાર પણ નજીક છે. અને એટલે જ અમદાવાદમાં ખેલૈયાઓ માટે GMDC ગ્રાઉન્ડ ખાતે વિશાળ વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાઈ રહ્યો છે.













