નવસારી જિલ્લાના ખેરગામ નજીક મૃત અવસ્થામાં ભ્રુણ મળ્યું છે. ભ્રુણ પાંચ થી છ માસનું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવ્યું છે. ખેરગામ પોલીસે સ્થળ ઉપર પહોંચી ભ્રુણનો કબજો લીધો છે. 108 દ્વારા ભ્રુણ ખેરગામની રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે. ભ્રુણ મળી આવતા ખેરગામ પોલીસે તપાસ હાથ ધરી છે.


ખેરગામ નજીક મૃત અવસ્થામાં ભ્રુણ મળ્યું

ખેરગામ નજીક રસ્તાની બાજુમાંથી મૃત અવસ્થામાં ભ્રુણ મળ્યું છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ખેરગામ પોલીસે દ્વારા 108 મારફતે ભ્રુણ ખેરગામની રેફરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે. હાલ પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી

ખેરગામ વલસાડ રોડ ઉપર ત્યજી દેવાયેલી હાલતમાં ભ્રુણ મળતા લોકો એકઠા થઈ ગયા હતા.  આ ઘટનાની જાણ ખેરગામ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી ભ્રુણનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: