ગુજરાતમાં છેતરપિંડી, લૂંટ અને ચોરીના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. વાંસદામાં ધારાસભ્ય અંનત પટેલના નામે 3 યુવાનોએ લોકો સાથે છેતરપિંડી કરી. વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્તોને સેવા આપવાના બહાને કેટલાક યુવાનોએ છેતરપિંડી કરી. આ યુવાનોએ વાસંદામાં ધારાસભ્ય અનંત પટેલનું નામ લઈ લોકો સાથે ઠગાઈ આચરી. યુવાનોએ લોકોને કહ્યું કે તેઓ અનંત પટેલના કથિત મિત્રો છે. આમ કહી સેવાના નામે ખોટો સ્કેનર બનાવી ભોળી જનતા પાસે આર્થિક છેતરપિંડી કરી. આ કિસ્સો સામે આવતા પોલીસે ત્રણેય યુવાનોની કાયદેસરની ધરપકડ કરી.
સિંણધઈ ગામના યુવાનોએ કરી છેતરપિંડી
વાવોઝાડોના અસરગ્રસ્તોને મદદ કરવાના બહાને ત્રણેય યુવાનો દ્વારા મોટાપાયે આર્થિક છેતરપિંડી કરવામાં આવી. ધારાસભ્યના નામે છેતરપિંડી કરનાર ત્રણેય યુવાનો સિંણધઈ ગામના છે. વાંસદા પોલીસે લોકો સાથે છેતરપિંડી કરનાર 3 યુવાનોની અગાઉ અટકાયત કરી હતી. ત્યારબાદ જામીન પર યુવાનો છુટયા હતા. અને ધરપકડમાંથી રાહત મળ્યા બાદ પણ સિંણધઈ ગામના આ યુવાનોએ જાણે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેવો દેખાવ કરતો એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં યુવાનોએ ધારાસભ્ય અનંત પટેલની હાજરમાં જ વાંસદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સફાઈ કામગીરી કરી હોય તેવું બતાવ્યું હતું.













