સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સ્માર્ટ મીટરના વિરોધનો સૂર નવસારી સુધી પહોંચ્યો હતો. નવસારીના શાંતાદેવી રોડ પર આવેલા કામધેનુ પાર્ક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે વિરોધ કર્યો હતો. સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમને રહિશોનો ભારે આક્રોશ સહન કરવો પડ્યો હતો. સ્માર્ટ મીટરનો વિરોધ થતા ડીજીવીસીએલની ટીમને પીછેહઠ કરવી પડી હતી.
સ્થાનિકોએ ‘સ્માર્ટ મીટર ફેંકી દો’ ના નારા લગાવ્યા













