નવસારી શહેરના લોકો માટે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટેની નવસારીના મોવડી મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત સફળ રહી છે. હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે. રજૂઆત સફળ થતાં લોકોએ રાહત અનુભવી છે. હવેથી નવસારીવાસીઓના ઘર આંગણેથી વંદે ભારત ટ્રેનમાં સફર કરી શકશે. રેલવે મંત્રીને કરેલી રજૂઆત ફળી છે. આ નિર્ણયથી લોકોને મળશે રાહત.


સી.આર. પાટીલની અધ્યક્ષતામાં રેલવે મંત્રીને કરેલી રજૂઆત ફળી

નવસારીના આગેવાનો અને મોવડી મંડળ દ્વારા વંદે ભારત ટ્રેનને નવસારીમાં સ્ટોપેજ આપવા અંગે દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જે રજૂઆતને લઈ આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેવાયેલા નિર્ણય મુજબ હવેથી નવસારીમાં પણ વંદે ભરત ટ્રોનમાં મુસાફરીની શરૂઆત કરી શકાશે.

નવસારી અને આસપાસના વિસ્તારોના લોકોને ટ્રેન સેવાનો મળશે લાભ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવસારીના મોવડી મંડળની રજૂઆતને ગ્રાહ્ય રાખી છે. વંદે ભારત ટ્રેનના નવસારી સ્ટોપેજ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ નિર્ણયથી નવસારી અને આસપાસના વિસ્તારોના લોકોને હાઈસ્પીડ ટ્રેન સેવાનો લાભ મળશે, જે મુસાફરીને વધુ ઝડપી અને સુવિધાજનક બનાવશે. આ સ્ટોપેજથી નવસારીના વિકાસને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


  • Follow us on: