રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરના આંતકના સમાચાર આવતા હોય છે, તો ઘણી વાર રખડતા ઢોરની અડફેટે આવતા લોકોના જીવ પણ ગયા છે. પંચમહાલમાં રખડતા ઢોરનો આતંકની ઘટના સામે આવી છે. રખડતા ઢોરે એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો. ઢોરે અડફેટે લેતા એક્ટિવાચાલક નીચે પટકાતા તેને ઈજા પહોંચી હતી. રખડતા ઢોરને પકડવા માટે સ્થાનિકોની માગ ઉઠી રહી છે.


ગોધરા બામરોલી રોડ ઉપર પશુઓનો અડિંગો

ગોધરા બામરોલી રોડ ઉપર પસાર થતા એક્ટિવાચાલકને પશુએ અડફેટમાં લેતા સામાન્ય ઇજા પહોંચી હતી. ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે, જ્યારે આ રસ્તા પરથી પસાર થતાં એક્ટિવાચાલકને પશુએ અડફેટમાં લેતા એક્ટિવા ચાલક પડી જતા તેને શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે આ બનેલી ઘટનાને નગરપાલિકા ગંભીરતાથી લઈને રસ્તા ઉપર રખડતા પશુઓને પકડી પાડીને જરૂરી કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે. તેવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે.

રખડતા ઢોરનો આતંક

રાજ્યના અન્ય એક શહેર આણંદમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો હતો જેમાં આખલાએ રાહદારીઓને અડફેટે લીધા હતા, 3 થી 4 રાહદારીઓને આખલાએ અડફેટે લીધા હતા અને જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આખલાએ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી હતી, મહેસાણામાં પણ આવી રીતે ઢોરે અડફેટે લેતા બે લોકોના જીવ ગયા હતા.


  • Follow us on: