પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામની ચોકડી પર આવેલા રાજ નામના દવાખાનામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ પોલીસે મોડી સાંજે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન દવાખાનામાંથી મોટા પ્રમાણમાં એલોપેથિક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. SOG પોલીસને એવી માહિતી મળી હતી કે આ દવાખાનાના તબીબ પાસે DHMSની ડિગ્રી હોવા છતાં તે MBBS તબીબની જેમ એલોપેથિક દવાઓ અને સારવાર આપી રહ્યો હતો.
SOG પોલીસે દવાખાનામાં ઝીણવટભરી તપાસ કરી હતી













