પંચમહાલમાં પ્રેમ કરવાની યુવકોને આકરી સજા મળી. પંચમહાલના શહેરા તાલુકામાં 2 યુવકોને તાલીબાની સજા આપવામાં આવી. શહેરામાં બે યુવકોને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યાની ચોંકાવાનારી ઘટના સામે આવી છે. આ યુવકોને પ્રેમ સંબંધ રાખવા મામલે યુવતીના પરિવારજનો દ્વારા માર મારવામાં આવ્યો. યુવકોને માર માર્યાનો વીડિયો વાયરલ થયાનો મામલો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી.


પોલીસે 10 લોકોની કરી અટકાયત

શહેરા પોલીસ મથક યુવકોને માર માર્યાને લઈને ફરિયાદ નોંધાઈ. પોલીસે યુવકોને હિંસક રીતે માર મારવા મામલે 10 લોકોની અટકાયત કરી. આ ઘટના શહેરા તાલુકાના તાડવા ગામમાં બનવા પામી. જ્યાં કેટલાક શખ્સ 2 યુવકોને કારમાં ઉપાડી લાગવ્યા. અને પછી ગામમાં આવેલ આંબલીના એક ઝાડ સાથે બંનેને બાંધી દીધા. પછી તમામ લોકોએ બંને યુવાનોને દોરડા વડે ઢોર માર માર્યો. આ ઘટનાનો આ લોકોએ વીડિયો પણ ઉતાર્યો. કોઈ અજાણ્યા એકાઉન્ટ પરથી યુવાનોને માર માર્યાનો વીડિયો વાયરલ થયો.

 પ્રેમસંબંધમાં યુવાનોને ઢોર માર

યુવાનોને આમ ભયંકર રીતે મારવાને લઈને પોલીસે વાયરલ વીડિયોના આધારે ગણતરીના કલાકોમાં કામગીરી કરી. અને યુવાનોને ઢોર માર મારનાર 10 લોકોને પકડી લીધા. શહેરા પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ પ્રેમસંબંધનો મામલો લાગ્યો. આ બંને યુવકોને 2 યુવતી સાથે પ્રેમસંબંધ છે. અને યુવતીના પરીવારજનો દ્વારા જ તેમને માર મરાયો. જો કે પોલીસ વધુ તપાસ કરશે કે આ યુવકોએ યુવતીઓ સાથે પ્રેમ સંબંધ દગો દીધો છે કે પછી યુવતીઓ સાથે કોઈ અભદ્ર વર્તન કર્યું છે કે પછી યુવતીના પરિવારજનો આ લોકોના પ્રેમસંબંધથી નારાજ છે વગેરે થિયરી પર વધુ તપાસ કરશે.

  • Follow us on: