પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર હાઇવે પર આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે રાધનપુર-ભાભર હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે સામસામે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.


બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

ગંભીર ઇજાઓને કારણે બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવક ઓધવનગર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

મૃતદેહને પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયો

પીએમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ અકસ્માતને કારણે ઓધવનગરના રહેવાસી યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાઇવે પર ઝડપ અને બેદરકારીના કારણે આ પ્રકારના અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે વાહનચાલકોએ વધુ સાવધાની રાખવી જરૂરી છે.


  • Follow us on: