ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગામી 10 ઓક્ટોબરથી ગુજરાત પ્રવાસે નિકળશે. તેઓ અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને પોતાના પ્રવાસની શરુઆત કરશે.
જગદીશ વિશ્વકર્માનો 10 તારીખથી ગુજરાત પ્રવાસ
ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો 10 તારીખથી ગુજરાત પ્રવાસ શરુ થઇ રહ્યો છે. તેઓ 7 દિવસમાં 6 મહાસંમેલન તથા જાહેરસભાઅને રોડ શો કરશે
મોમેન્ટો અને ફુલહાર ન લાવવા અપીલ કરી
પ્રદેશ પ્રમુખે તેઓ જે શહેરમાં આવે ત્યાના કાર્યકરોને કોઇપણ સભામાં મોમેન્ટો અને ફુલહાર ન લાવવા અપીલ કરી છે. તેમણે ફુલહારના બદલે નોટબુક તથા પુસ્તક ખરીદવાની અપીલ કરી છે. જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવા અપીલ તેમણે કરી છે.
સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડોદરામાં રોડ શો કરશે
જગદીશ વિશ્વકર્મા 11 ઓક્ટોબરે સુરતમાં જાહેરસભા કરશે તો 14 ઓક્ટોબરે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વડોદરામાં રોડ શો કરશે
15 ઓક્ટોબરે રાજકોટ અને મોરબીમાં મહાસંમેલન
તેઓ 15 ઓક્ટોબરે રાજકોટ અને મોરબીમાં મહાસંમેલન યોજશે તથા 17 ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે.
જગદીશ વિશ્વકર્મા એ મહત્વનો નિર્ણય કર્યો
પ્રદેશ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસ પહેલા જગદીશ વિશ્વકર્મા એ મહત્વનો નિર્ણય કર્યો છે અને કોઇપણ સ્વાગત સ્થળ, સભા કે સંમેલન સ્થળ પર મોમેન્ટો અને ફૂલહાર ના લાવવા કાર્યકર્તાઓને અપીલ કરી છે. તેમણે ફૂલહાર અને મોમેન્ટો ના બદલે નોટબુક અને પાઠયપુસ્તક ખરીદી કરી જરુરિયાતમંદોને આપવા અપીલ કરી હતી.
કલોલની બજારમાં GST રિફોર્મ ના પોસ્ટર વોર શરૂ કરશે
તેમણે કહ્યું કે અંબાજી દર્શન કરીને તેઓ પ્રવાસની શરુઆત કરશે. પહેલા કલોલની બજારમાં GST રિફોર્મ ના પોસ્ટર વોર શરૂ કરશે,