આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકેની વિધીવત જાહેરાત કરાઇ હતી. કેન્દ્રીય નેતા ભૂપેન્દ્ર યાદવે જગદીશ વિશ્વકર્માના પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરી હતી.
ભૂપેન્દ્ર યાદવે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની જાહેરાત કરી
Also Read
ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની જાહેરાત કરી હતી. સર્વસંમતિથી જગદીશ પંચાલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જાહેર થયા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં સરકાર અને સંગઠને વિકાસનું મોડલ આપ્યુ છે. તાલુકા અને જિલ્લા સંગઠન અગાઉ જાહેર કરાયા હતા અને 3 ઓક્ટોબરે પ્રદેશ અધ્યક્ષ માટેની પ્રક્રિયા કરાઇ હતી તથા રાષ્ટ્રીય પરિસદના સભ્યોના પણ ફોર્મ ભરાયા હતા. યાદવે કહ્યું કે જગદીશ પંચાલે ભાજપના કાર્યકર્તા તરીકે કામ કર્યુ તથા 3 વખત નિકોલ વિધાનસભાથી ચૂંટાયા હતા. સરકારમાં મંત્રી તરીકે પણ કામ કરી રહ્યાં છે અને આ સાથે 39 રાષ્ટ્રીય પરિષદના સભ્યો પણ નિર્વિરોધ ચૂંટાયા છે.
આવતી વખતે 182 બેઠકો જીતવાની છે
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે તમારા અને આગેવાનોના સહકારથી જે પણ પડકાર આવ્યા તે સફળતાપૂર્વક પાર પાડ્યા. 2022માં 156 જીતીને ભાજપ જીત્યું હતું. 2024 લોકસભામાં પણ 25 બેઠકો જીત્યા હતા અને 1 કરોડની લીડ મળી હતી. 2019માં કોંગ્રેસનો ઉત્સાહ હતો પણ ભાજપે 65 સીટ આંચકી લીધી હતી. 9 સીટ ક્યારેય આપણે જીત્યા ન હતા અને 2022માં આપણે ક્યારેય ના જીતેલી 6 સીટ જીત્યા હતા હવે આવતી વખતે 182 બેઠકો જીતવાની છે.
આ લોકો ભાજપને નુકશાન કરી શક્યા નથી.
પાટીલે કહ્યું કે દિલ્હીથી આવેલી પાર્ટીએ લખી લો અમારી સરકાર બનવાની છે. તેવી જાહેરાત કરી હતી તેમણે મને પણ ટાર્ગેટ કરવાની કોશિશ કરી પણ મે જવાબ ના આપ્યો અને ગુજરાતના કાર્યકરો અને મતદાતાઓએ આ પાર્ટીને જવાબ આપ્યો છે. 135 બેઠકો એવી છે કે કોંગ્રેસ અને દિલ્હીથી પાર્ટી આવેલી છે તેના મત કરતા ભાજપના ઉમેદવારોની લીડ વધારે હતી. આ લોકો ભાજપને નુકશાન કરી શક્યા નથી.
દરેક ચૂંટણી મેન્ડેટ દ્વારા જ લડાવી જોઇએ.
પાટીલે કહ્યું કે દરેક ચૂંટણી મેન્ડેટ દ્વારા જ લડાવી જોઇએ. હું જગદીશભાઇની સાથે છું અને ગુજરાતના લાખો કાર્યકરો તેમની સાથે છે. પીએમ મોદીના અશ્વમેઘના ઘોડાને અટકાવી શકવાની કોઇની તાકાત નથી. મારા કેટલાક નિર્ણયોથી કોકને નુકશાન કે કોકને ફાયદો થયો હશે પણ જે નિર્ણય કર્યા તે પાર્ટીના હિતમાં કર્યા છે તેથી હુ માફી માગું છું.
મને જે જવાબદારી આપી છે તો તમામને હું વંદન કરું છું
આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે મને જે જવાબદારી આપી છે તો તમામને હું વંદન કરું છું. સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે અને આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે.













