કૌશિક વેકરિયા એ આખરે સરકારના મંત્રી તરીકે શપથ લીધા છે. સરપંચથી તેઓ મંત્રી સુધી પહોંચેલા જમીન સ્તરના નેતા છે.
રાજકીય કારકિર્દી એક સરપંચ તરીકે શરૂ કરી
કૌશિક વેકરિયાએ પોતાની રાજકીય કારકિર્દીની શરુઆત એક સરપંચ તરીકે શરૂ કરી હતી. તેઓ અમરેલીના નાનકડા દેવરાજિયા ગામના તેઓ સરપંચ બન્યા હતા. અને ત્યારબાદ તેઓ ભાજપમાં વધુ સક્રિય થયા હતા. તેમણે પોતાના ગામમાં એવા નવા કામો કર્યા હતા કે તેમના કારણે આ ગામ ગુજરાતના 'સ્માર્ટ ગામ' તરીકે ઓળખાય છે,













