ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત અને રાજકોટમાં ભાજપ દ્વારા નારાજ કાર્યકરો અને લોકોને મનાવવા માટેની કવાયત શરૂ કરાઈ છે. ત્યાં બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ જ ભાજપને હરાવશે. ત્યારે હવે અમરેલીના ધારાસભ્યના પત્નીએ કહ્યું હતું કે, ભાજપે વિધર્મીઓનો નાશ કરવાની ઝૂંબેશ ઉપાડી છે.
ભાજપે વિધર્મીઓનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી
અમરેલી ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પત્ની કોકિલા કાકડિયાએ ગત 11 તારીખે ધારગણી જિલ્લા પંચાયત બેઠક ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપની સરકાર અને ભાજપના સંગઠને વિધર્મીઓનો નાશ કરવાની ઝૂંબેશ ઉપાડી છે. તેમના આ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ મહિલા નેતા કોકીલાબેન કાકડીયાના ઉશ્કેરણી જનક નિવેદનથી વિવાદ થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ધારાસભ્યના પત્નીએ ખુલ્લેઆમ વિધર્મીઓ સામે ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.
આ પણ વાંચોઃ Surat News: ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ 7 હજાર રૂપિયામાં લર્નિંગ લાઈસન્સનો વેપલો, ચાર ઝડપાયા













