આગામી 19 સપ્ટેમ્બરે ભરૂચ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ભરૂચના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપે ચૂંટણી પહેલા 6 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલના મેન્ડેટ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા ભાજપ સભ્યો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સભ્યોને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પક્ષમાંથી બરતરફ કર્યા છે.


જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા

પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી 19 સપ્ટેમ્બરે ભરૂચ ડેરીની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના ત્રણ સભ્યો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 સભ્યોને મેન્ડેટ અપાયા હતાં. આ મેન્ડેડ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા 6 સભ્યોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ પ્રમુખના મેન્ડેડ વિરૂદ્ધ ઉમેદવારી કરનારા 6 સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે મેન્ડેડ વાળા બે સભ્યોને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

મેન્ડેડ વાળા બે અને મેન્ડેડ વિરૂદ્ધના 4 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા

ભાજપ પ્રમુખે મેન્ડેડ વાળા બે અને મેન્ડેડ વિરૂદ્ધના 4 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલના સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. જેમાં શાંતાબેન પટેલ, નટવરસિંહ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે મેન્ડેડ વિરુદ્ધ ઉમેદવારી કરનારા હેમંતસિંહ રાજ, જગદીશ પટેલ, જિગ્નેશ પટેલ અને વિનોદ પટેલને સસ્પેન્ડ કરી દેવાયા છે. 19 સપ્ટેમ્બરે ચૂંટણી પહેલા ભાજપે એક્શન લેતા ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.


  • Follow us on: